લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાથી આફત આવી

હિમાચલ પ્રદેશમા છેલ્લા બે દિવસથી સતત વરસાદ,કરા અને હિમવર્ષાના કારણે રાજ્યમાં ઘણું નુકસાન થયું છે.જેમા એક બાજુ લાહૌલમાં 10 જગ્યાએ જ્યારે પાંગીમાં એક જગ્યાએ હિમસ્ખલન થયું છે.ત્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ અને કરાને કારણે ઘઉં,વટાણા,જરદાળુ,આલુ બુખારા,પીચ અને ઉંચા વિસ્તારોમાં બરફવર્ષાથી સફરજનના પાકને નુકસાન થયું છે.આ સિવાય કાંગડા જિલ્લાના દેહરાના ભેડી ગામમાં વીજળી પડવાને કારણે ગૌશાળામાં આગ લાગી હતી.જેના કારણે બે ઢોર દાઝી ગયા હતા.આ સાથે ધર્મશાળામાં વીજળી પડવાથી 60 ઘેટાં-બકરાંનાં મોત થયાં હતા.સોલનના સલોગડામા રાત્રે વીજળી પડવાથી 3 માળની બિલ્ડિંગ રાખ થઈ ગઈ છે.આ અકસ્માતમાં બિલ્ડિંગમાં રહેતા બે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ સિવાય રાજ્યમાં 63 રસ્તાઓ,142 પાવર ટ્રાન્સફોર્મર અને 5 પીવાના પાણીની યોજનાઓ ઠપ રહી હતી.ચંબામાં દિવાલ ધરાશાયી થવાને કારણે બે ગાડીઓ દબાઈ ગઈ છે જેમા પથ્થર પડવાથી એક મહિલા ઘાયલ થઈ છે.આ સાથે કેટલાક ઘરોમા પાણી ઘૂસી ગયા છે.ત્યારે લાહૌલમાં હિમશિલા પડી જવાને કારણે ચંદ્રા નદીનો પ્રવાહ થોડા સમય માટે બંધ થઈ ગયો હતો.જેના કારણે કોકસર ગામને જોડતો સંપર્ક માર્ગ બંધ રહ્યો હતો.