લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હિમાચલ પ્રદેશમા નિર્માણાધીન પુલ ધરાશાયી થયો

વર્તમાનમા હિમાચલ પ્રદેશના કાંગડા વિધાનસભા વિસ્તારમાં બની રહેલો રિવર ઓવરબ્રિજ ધરાશાયી થઈ ગયો છે.જે પુલનું 40 ટકા કામ થયુ હતુ અને તે ધરાશાયી થઈ ગયો છે.જેમાં આ પુલનું શટરિંગ કાર્ય બીજીવાર શરૂ થવાનું હતુ પરંતુ કામ શરૂ થાય તે પહેલા અધવચ્ચે જ પુલ ધ્વસ્ત થઈ ગયો હતો.આમ આ પુલ જલાડીમાં બની રહ્યો હતો,જેનો ખર્ચ રૂ.3 કરોડ છે પરંતુ બન્યા પહેલા આ બ્રિજ ધ્વસ્ત થઈ ગયો હતો.આ રિવર બ્રિજના બનવાથી બંને ગામોમાં ખુશીનો માહોલ બન્યા પહેલા જ શોકનો માહોલ બની ગયો છે.જે પુલની લંબાઈ 104 મીટર નક્કી કરવામાં આવી હતી.