લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હિંમતનગરમાં વિવિધ સર્કલો પર 7 પ્રતિમાઓ મુકવામાં આવી

હિંમતનગરમાં પાલિકા દ્વારા શહેરના વિવિધ ચાર રસ્તે સર્કલ બનાવી 7 જેટલી પ્રતિમાઓ મુકવામાં આવી છે.ત્યારે આગામી સમયમાં આ પ્રતિમાઓના શુશોભનમાં વધારો કરવા માટે પાલિકા દ્વારા ટેન્સાઈલ અમ્બ્રેલા લગાવવામાં આવી રહી છે.જ્યારે બીજીતરફ પ્રતિમાની સફાઈ કરવામાં આવે તેવી શહેરીજનોની લાગણી જોવા મળી રહી છે.આ પ્રતિમાઓના શુશોભનમાં વધારો કરવા માટે પાલિકા દ્વારા અંદાજીત રૂ.10 લાખથી વધુના ખર્ચે તમામ 7 પ્રતિમાઓ પર ફેરારી કાપડમાંથી બનાવેલું છત્રી આકારનું ટેન્સાઈલ અમ્બ્રેલાનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે.