લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ફિલ્મોના જાણીતા અભિનેતા રમેશ દેવનું નિધન થયું

હિન્દી અને મરાઠી ફિલ્મો તેમજ રંગભૂમિના અભિનેતા રમેશ દેવનુ 93 વર્ષની જૈફવયે નિધન થયું હતું.રમેશ દેવની તબિયત બગડતા તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં હાર્ટ-એટેકને લીધે તેમનું અવસાન થયું હતું.અભિનય ક્ષેત્રની લગભગ ચાર દાયકાની સફરમા રમેશ દેવે 285થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. રમેશ દેવ અને તેમની અભિનેત્રી પત્ની સીમા દેવની જોડીએ મરાઠી રંગભૂમિ ઉપર અનેક યાદગાર નાટકો ભજવ્યા હતા. હિન્દી અને મરાઠી ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મોમા પણ ભૂમિકાઓ ભજવી હતી.આમ નાયક અને ખલનાયકના પાત્રમા તેમણે ભૂમિકાઓ ભજવી હતી.તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં સરસ્વતીચંદ્ર,આનંદ,જીવન મૃત્યુ,દસ લાખ,પરદેશ,ખિલોના,અલબેલા,કોશિશ અને તીન બહુરાનિયા વગેરેનો સમાવેશ થાય છે.