લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન ઓગસ્ટ માસના પ્રારંભે કરાશે

વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ રાજકોટના હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટનના દિવસો નજીક આવી રહ્યા હોય તેવી રીતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ દિલ્હી પહોંચી ગયા છે અને ત્યાં બેઠકો કરી રહ્યા છે.ત્યારે હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન જૂલાઈના અંત અથવા તો ઓગસ્ટના પ્રારંભે થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.બીજીબાજુ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે જ થાય તે માટે તેમનો સમય લેવા માટે અધિકારીઓ અત્યારે દિલ્હીમાં છે.જેમાં 3040 બાય 45 મીટરનો રન-વે,એપ્રોન,ટેક્સી-વે,બોક્સ કલવર્ટ,આઈસોલેશન બે,ફાયર સ્ટેશન સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.આ ઉપરાંત એજીએલ સબ સ્ટેશન,ગ્રેડિંગ,ઈન્ટર્નલ એપ્રોચ રોડનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.જ્યારે ઈન્ટ્રીમ ટર્મિનલ બિલ્ડિંગનું કામ 95 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે.