હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને હરિયાણાની સેન્ટ્રલ યુનિવર્સિટી મહેન્દ્રગઢે માઉન્ટ આબુ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.જેમાં એક વર્ષ માટેના 6 સર્ટિફિકેટ કોષો આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે.જે સમજૂતિ કરાર ઉપર હેમ.ઉ.ગુ.યુનિ.ના કા કુલપતિ ડો.રોહિતભાઇ દેસાઇ અને બી.કે.મૃત્યુંજયભાઇએ હસ્તાક્ષર કર્યા હતા.આ સિવાય સેન્ટ્રલ યુનિ. હરિયાણાના કુલપતિ દ્વેશ્વર કુમારે મૂલ્યો અને તેની ભિન્નતા પર પ્રકાશ પાડતા મૂલ્યનિષ્ઠ જીવનશૈલી થકી જીવનને સફળ બનાવ વાની શૈલીનો ખ્યાલ રજૂ કર્યો હતો.આ સર્ટીફીકેટ કોષ એક વર્ષનો રહેશે અને શનિ અને રવિવારે ઓનલાઈન અને ઓફલાઇન યોજાશે.આ સિવા ય વિદ્યાર્થીઓ માટે થોટ લેબ શરૂ કરવામાં આવશે.આ પ્રસંગે યુનિ.ના કા. રજીસ્ટ્રાર ડો.ચિરાગભાઇ પટેલ, પાટણ બ્રહ્માકુમારીઝ સંસ્થા ના વડા રાજયોગિની પૂ.બી.કે.નિલમદીદી,બી.કે નીધિ દીદી,બી.કે.પ્રામમતા દીદી,બી.કે.ભાઇ-બહેનો,અધ્યાપકો,પ્રોફેસરો,સંસ્થાની સેવારત બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.