પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને એન.એસ.એસના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાશે.સમગ્ર દેશભરમાં સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી સંદર્ભે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થકી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે શરીરની તંદુરસ્તી માટે સંપૂર્ણ વ્યાયામ એવા સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યુ છે.દેશના 75 કરોડ લોકો સૂર્ય નમસ્કારની સાધના સાથે જોડાયા છે.ત્યારે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી તા.30 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી સુધી 25 લાખ સૂર્યનમસ્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને એનએસએસ વિભાગના સંયુકત ઉપક્રમે યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની વિવિધ કોલેજોના 25 હજાર જેટલા વિધાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક દિવસના 100 સૂર્યનમસ્કાર કરશે.આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં શારીરિક શિક્ષણ વિભાગના આશરે 150 જેટલા પ્રોફેસરો યોગદાન આપશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved