લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા આગામી 19 જૂનથી યોજાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા પદ્ધતિમાં પ્રથમ તબક્કામાં 16,500 છાત્રોની 13 પરીક્ષાઓ લેવામાં સોફ્ટવેર સફળ રહેતા પરીક્ષા વિભાગે બીજા તબક્કાની પરીક્ષાઓ લેવાની તૈયારીઓ શરૂ કરી છે.જેમાં આગામી 19 જૂનથી 78 હજાર છાત્રોની 24 પરીક્ષાઓ લેવામાં આવશે.આમ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી.આમ વર્તમાન સમયમાં પ્રથમ તબક્કામાં બી.એ,બી.એડ સેમ-3 અને સેમ-5,બી.એસ.સી બી.એડ સેમ-3 અને સેમ-5 મળી ચાર પરીક્ષાઓ બાકી છે જે આગામી 17 જૂને પૂર્ણ થશે.આમ બીજા તબક્કાની પરીક્ષા આગામી 19 જૂનથી શરૂ થશે.જે 26 જૂન સુધીમાં પૂર્ણ થશે.