લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના છાત્રો વિદેશ અભ્યાસ માટે જરૂરી ટ્રાન્સક્રિપ્ટ ઓનલાઇન કઢાવી શકશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વિદેશ અભ્યાસઅર્થે જતા છાત્રોએ ટ્રાન્સક્રીપ્ટ સર્ટી અને વેરિફિકેશનની ઓનલાઇન પ્રક્રિયા માટે તૈયારીઓ કરી છે.જે બન્ને પ્રક્રિયાઓ ઓનલાઇન શરૂ થઇ જતાં છાત્રોને વહીવટી ભવનમાં ધક્કો ખાવાની જરૂર રહેશે નહી.આ સિવાય કંપનીઓ પણ પોતાના કર્મચારીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન કરી શકશે.યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરી વધુ અભ્યાસ માટે વિદેશ જતા છાત્રોને ત્યાંની યુનિવર્સીટીઓમાં પ્રવેશ લેવા માટે ટ્રાન્સક્રીપ્ટ સર્ટી ખુબ જ અગત્યનું હોઈ રજૂ કરવાનું હોય છે.જેથી વર્ષ દરમ્યાન છાત્રો ટ્રાન્સક્રીપ્ટ સર્ટી લેવા દૂરદૂરથી વહીવટી ભવનમાં આવતા હોય છે.