પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોની સ્નાતક,અનુસ્નાતક,યુજી પીજી વાર્ષિક પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવી રહી છે.જેમાં અલગ-અલગ 109 જેટલી પરીક્ષાઓ યોજાશે.જેમા 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની માર્ચ-જૂનની વાર્ષિક પરીક્ષાઓ ગત 21 માર્ચથી શરૂ થઈ હતી.ત્યારે 31 માર્ચથી બીજો તબક્કો અને આગામી 20 એપ્રિલથી ત્રીજા તબક્કો શરૂ થશે.જેમાં પ્રથમ તબક્કાની 11 પરીક્ષા લેવાઈ ગઈ છે.ત્યારે 31 માર્ચથી યુજી સેમિસ્ટર 4ની 18 પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો.જેમા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ આપી રહ્યા છે.જ્યારે અંતિમ તબક્કામાં આગામી 20 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે.જેમાં યુજી સેમિસ્ટર 2 અને પીજી સેમિસ્ટર 2ની પરીક્ષા યોજાવાની છે.