લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / હોલીવુડ અભિનેતા હેરી બેલાફોન્ટેનું હાર્ટએટેકથી નિધન થયુ

હોલીવુડના પ્રખ્યાત ગાયક,અભિનેતા અને માનવાધિકારના કાર્યકર્તા હેરી બેલાફોન્ટેએ વર્તમાનમાં દુનિયાને અલવિદા કહી દીધું છે.હેરી બેલાફોન્ટેનું હાર્ટએટેકથી અવસાન થયું હતું.હેરી બેલાફોન્ટેની ઉંમર 96 વર્ષ હતી.જેઓએ આઇલેન્ડ ઇન ધ સનમાં પ્રથમવાર મુખ્ય ભૂમિકા ભજવી હતી.બેલાફોન્ટેએ વર્ષ 1953ની મ્યુઝિકલ ફિલ્મ જ્હોન મુરે એન્ડરસનની અલ્માનેકમાં અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું,જેના માટે તેમને સપોર્ટીંગ એક્ટર તરીકે ટોની એવોર્ડ મળ્યો હતો.વર્ષ 1957માં તેમને લૂક મેગેઝિનમાં મનોરંજનના ઇતિહાસમાં પ્રથમ બ્લેક મેટિની સ્ટેચ્યુ તરીકે બતાવવામાં આવ્યા હતા તે સમય દરમિયાન તેમની સિદ્ધિઓ વધુ નોંધપાત્ર માનવામાં આવતી હતી કારણ કે તે સમયે અશ્વેત કલાકારો સામાન્ય રીતે નોકર અને મજૂરોની ભૂમિકા ભજવતા હતા,પરંતુ તેમણે ઝુકવાનો ઇનકાર કરીને સફળ છાપ બનાવી હતી.આ સિવાય તેમણે 80ના દાયકામાં ફિલ્મો બનાવવાનું ચાલુ રાખી હતી અને સ્પાઇક લીની બ્લેકક્લાન્સમેનમાં તેમણે અંતિમ ભૂમિકા ભજવી હતી.હેરી બેલાફોન્ટેએ તેમનાં સિંગિંગ કરિયરમાં 30થી વધુ આલ્બમ્સનું નિર્માણ કર્યું હતું,જેમાં નાના મૌસકૌરી,લીના હોર્ન અને મિરિયમ માકેબા પણ સામેલ છે.બોબ ડાયલને બેલાફોન્ટેના 1962ના આલ્બમ મિડનાઈટ સ્પેશિયલમાં હાર્મોનિકા વગાડતા પ્રથમ જોવા મળ્યા હતા.જેઓ યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડના એમ્બેસેડર બન્યા હતા.