લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / હોંગકોંગમાં લઘુતમ વેતનમાં વધારો કરવા છતાં લોકો નારાજ જોવા મળ્યા

હોંગકોંગમાં સરકારે મોટો નિર્ણય લેતા લઘુતમ વેતનમાં વધારાની જાહેરાત કરી છે.ત્યારે આ નિર્ણયને લઈને પણ પ્રશ્ન ઉઠવા લાગ્યા છે.જેમાં વેતન વધવા છતાં ત્યાંના લોકોને ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.હોંગકોંગમાં લઘુતમ મજૂરીમાં 2.50 હોંગકોંગ ડોલર એટલે કે 32 સેન્ટનો વધારો કરવામાં આવ્યો છે.આ વધારાથી શહેરનું લઘુતમ વેતન 40 હોંગકોંગ ડોલર પ્રતિ કલાક થઈ ગયુ છે.આમ હોંગકોંગ સરકાર દ્વારા કરવામાં આવેલો 6.25 ટકાનો વધારો લગભગ 4 વર્ષ બાદ આવ્યો છે.આમ શહેરની અર્થવ્યવસ્થા પર કોવિડ-19ની ગાઢ અસર પડી હતી.જેના કારણે 2021મા હોંગકોંગમાં લઘુતમ વેતન એક જ સ્તર પર રોકાઈ ગયુ હતુ.ત્યારે તે સમયે અધિકારીઓએ તર્ક આપ્યો હતો કે વેતન વૃદ્ધિથી ઉદ્યમો પર વધુ દબાણ પડશે અને ઓછા વેતનવાળી નોકરીઓનું નુકસાન થઈ શકે છે.જોકે વોંગનો તર્ક છે કે આ વૃદ્ધિ હોંગકોંગમાં ઓછા વેતનવાળા શ્રમિકો માટે લાભદાયક હશે નહી.આ સિવાય શહેરમાં રહેવાના ખર્ચની સમસ્યા હજુ યથાવત છે.