લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હૈદરાબાદમાં વિશ્વની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાશે

હૈદરાબાદમા તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે 125 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે.ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરને આમંત્રિત કરવામાં આવ્યા છે.આ અનાવરણ સમારોહમા રાજ્યના 119 મતવિસ્તારોમાંથી 35,000થી વધુ લોકો હાજરી આપે તે સુનિશ્ચિત કરવા વ્યવસ્થા સાથે ભવ્ય સ્કેલ પર યોજવામાં આવશે.જેમા રાજ્ય સંચાલિત માર્ગ પરિવહન નિગમની 750 જેટલી બસો જનતા માટે ચલાવવામાં આવશે.તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે વર્તમાનમાં આંબેડકરની પ્રતિમા,નવા સચિવાલય બિલ્ડિંગ સંકુલનું ઉદ્ઘાટન તેમજ અન્ય મુદ્દાઓ અંગે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આંબેડકરની પ્રતિમા પર હેલિકોપ્ટરમાંથી પુષ્પોની વર્ષા કરવામાં આવશે.