લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ક્રિકેટર વિનુ માંકડ અને ટેડ ડેક્સ્ટરનો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આઈસીસી હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને સામેલ કર્યા છે.જે 10 ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.આમ આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ છે.ત્યારે ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુ માંકડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે.તેમાં પાંચ યુગોના 10 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.આ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સ્ટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.આમ વિનુ માંકડની વાત કરવામાં આવે તો તેમણે 44 ટેસ્ટ મેચ રમી છે.જેમાં 31.47ની એવરેજથી 2109 રન બનાવ્યા હતા.જેમાં તેમણે 162 વિકેટ ઝડપી હતી.