લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.સી.સીની કમાણીમાં ભારતનો હિસ્સો સૌથી વધુ જોવા મળ્યો

ભારત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની દર વર્ષની કમાણીના હિસ્સામાં સૌથી આગળ જોવા મળે છે.જેમા પાકિસ્તાન ચોથા નંબરે આવે છે.આમ ભારત બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડનો નંબર આવે છે.આ સિવાય આઈ.સી.સીની આવકમાંથી બાકીના 8 બોર્ડની કમાણી 5 ટકાથી ઓછી હશે.ત્યારે આગામી વર્ષ 2024-27 નાણાકીય મોડલમાં બી.સી.સી.આઈને દર વર્ષે રૂ.1892 કરોડ મળશે,જ્યારે પાકિસ્તાનને રૂ.282 કરોડ આપવામા આવશે.