લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇસીસી વન-ડે રેન્કિંગમાં કોહલી,શર્મા ટોપ થ્રીમા,જ્યારે બુમરાહ પાંચમા ક્રમે આવ્યો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માએ આસીસી વન-ડે રેન્કિંગમાં ટોચના ત્રણ બેટ્સમેનમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.જેમાં વિરાટ કોહલી બીજા ક્રમે જ્યારે રોહિત શર્મા ત્રીજા ક્રમે રહ્યો છે.આમ આઈસીસી વન-ડે રેન્કિંગમાં બોલિંગમાં ભારતીય પેસર જસપ્રિત બુમરાહ પાંચમા ક્રમે યથાવત છે.આમ બેટિંગમાં ટોચના ક્રમે રેન્કિંગમાં વિરાટ કોહલી 857 પોઈન્ટસ,રોહિત શર્માના 825 પોઈન્ટસ,બાબર આઝમ 865 પોઈન્ટ સાથે બેટિંગમાં ટોચના ક્રમે રહ્યો છે.

જ્યારે બોલર્સના રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ 690 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 737 પોઈન્ટ સાથે મોખરે છે. બાંગ્લાદેશનો મેહદી હસન 725 પોઈન્ટ સાથે બીજા ક્રમે,અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહેમાન 708 પોઈન્ટ સાથે ત્રીજા તેમજ મેટ હેનરી 691 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યો છે.