બીસીસીઆઈએ વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડમાં યોજાનાર વિમેન્સ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં મિતાલી રાજને ભારતની વિમેન્સ વર્લ્ડ કપ ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. જ્યારે હરમનપ્રિતને ટીમની વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે.આ ઉપરાંત આગામી 9 થી 24 ફેબ્રુઆરી સુધી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરની શ્રેણીમાં પણ ભાગ લેશે,જેમાં એક ટી20 મેચ તેમજ પાંચ વન-ડે મેચ રમશે.આઇસીસી વિમેન્સ વર્લ્ડકપ 2022માં 15 સભ્યોની ભારતીય મહિલા ટીમ- મિતાલી રાજ (કેપ્ટન),હરમનપ્રીત કૌર (વાઈસ કેપ્ટન),સ્મૃતિ મંધાના,શૈફાલી શર્મા, યાસ્તિકા ભાટિયા,દિપ્તિ શર્મા,ઋષા ઘોષ (વિકેટકીપર),સ્નેહ રાણા,ઝુલન ગોસ્વામી,પૂજા વસ્ત્રાકર,મેઘનાસિંહ,રેણુકાસિંહ ઠાકુર,તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ,પૂનમ યાદવ જ્યારે સ્ટેન્ડબાય ખેલાડીઓમાં- સાભીનેની મેઘના,એકતા બિષ્ત,સિરમન દિલ બહાદુરનો સમાવેશ છે. આમ આઇસીસી મહિલા વિશ્વ કપ 2022માં 31 મેચ રમાશે. જેમાં વર્લ્ડકપની પ્રથમ મેચ 4 માર્ચ 2022ના વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે જ્યારે ફાઈનલ 3 એપ્રિલ 2022ના ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે. આ સિવાય ભારતીય મહિલા ટીમની પ્રથમ મેચ 6 માર્ચના ક્વોલિફાયર ટીમ સામે થશે.સેમિફાઈનલ મુકાબલા ક્રાઈસ્ટચર્ચ અને વેલિંગ્ટનમાં રમાશે. ભારત વર્લ્ડકપમાં 7 મેચ રમશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved