આઈ.આઈ.ટી મદ્રાસના વિજ્ઞાનીઓએ 3ડી પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણની શોધ કરી છે.જેની મદદથી દૂધમાં ભેળસેળ 30 સેકન્ડમાં ઓળખી શકાય છે.આ ઉપકરણની મદદથી દૂધમાં યુરિયા,ડિટર્જન્ટ,સાબુ,સ્ટાર્ચ,હાઇડ્રોજન પેરોક્સાઇડ,સોડિયમ-હાઇડ્રોજન-કાર્બોનેટ,મીઠું અને અન્ય ભેળસેળવાળી વસ્તુઓને તાત્કાલિક શોધી શકાય છે.ત્યારે આગામી સમયમા સામાન્ય લોકો આ ઉપકરણથી ઘરેબેઠા દૂધમાં ભેળસેળને સરળતાથી શોધી શકશે.આ ઉપકરણ સાથે પરીક્ષણ કરવા માટે એક મિલીલીટર દૂધની જરૂર પડશે.આ પરીક્ષણ પાણી,તાજા રસ અને મિલ્કશેક જેવા પ્રવાહીમાં થતી ભેળસેળ પણ શોધી શકે છે.આમ ભેળસેળયુક્ત દૂધના સેવનથી કિડનીની સમસ્યા,બાળમૃત્યુ,પેટની સમસ્યાઓ,ઝાડા અને કેન્સર જેવી તબીબી સમસ્યાઓ પણ થવાની સંભાવના છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved