લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બિહારમાં મધ્યાહન ભોજનમાથી સાપ નીકળતા વાલીઓમાં રોષ

બિહારના અરરિયા જિલ્લામાં સ્કુલના બાળકોના મધ્યાહન ભોજનમાં સાપ જોવા મળતાં ખળભળાટ મચી ગયો છે.મધ્યાહન ભોજનમાંથી સાપ મળી આવતાં જ શાળામાં હોબાળો મચી ગયો હતો.જેને પગલે ઘણા બાળકોના વાલીઓ તેમજ સંબંધીઓ શાળાએ પહોંચ્યા હતા અને તમામ બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલ ફોરબિશગંજમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં એનજીઓ દ્વારા શાળાના બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.આમ આ ઘટનાના પગલે એસડીઓ અને ડીએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.આમ બાળકોના ભોજનમાં શાળા મેનેજમેન્ટની ઘોર બેદરકારીના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.આ પહેલા બિહારમાં ગત 18મી મેના રોજ મિડ-ડે મીલમાં એક ગરોળી મળી આવી હતી.