બિહારના છપરા જિલ્લામાં મિડ ડે મીલ ખાવાથી બાળકોની તબિયત બગડી છે.જેમાં રસૂલપુર ગામમાં આવેલ ઉત્ક્રમિત કન્યા મધ્ય શાળામાં મિડ ડે મીલની ખિચડીમાં ગરોળી મળી આવી છે.આ મિડ ડે મીલ આરોગ્યા બાદ 35 વિદ્યાર્થીઓની તબિયત લથડી છે.ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને સારવારઅર્થે હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે.આમ ઘટનાની જાણ થતાં એસ.ડી.ઓ સંજય કુમારે હોસ્પિટલ પહોંચી બીમાર બાળકોની તબિયત અંગે માહિતી મેળવી હતી.ત્યારબાદ તેમણે બાળકોની હાલત સ્થિત હોવાનું જણાવ્યું હતું.તેમણે કહ્યુ હતું કે તમામ બાળકોની સારવાર યોગ્ય રીતે કરવામાં આવી રહી છે અને ડોક્ટરોની ટીમ ખડેપગે છે.જિલ્લા વહિવટીતંત્રની ટીમ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે.બીજીતરફ શિક્ષણ વિભાગે અધિકારીઓને બોલાવ્યા છે.મિડ ડે મીલમાં થયેલી બેદરકારી બાદ બાળકો બિમાર પડવા અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved