લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમા વિસ્ફોટકો ભરેલી બાઈકથી સૈનિકોના કાફલા પર હુમલો કરાયો

પાકિસ્તાનમાં ફરી હુમલાની ઘટના બની છે.જેમાં સુરક્ષાદળોના કાફલા પર હુમલો કરવાથી 2 જવાનોના મોત,જ્યારે 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે.જેમા આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી બાઈકથી સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો છે.આ અગાઉ હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી કારથી સૈન્ય કાફલા પર હુમલો કર્યો હતો. આ ઘટના પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બની છે.જેમા સુરક્ષા દળોનો કાફલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન થી દક્ષિણ વઝીરિસ્તાનના અસમાન માંજા વિસ્તાર તરફ જઈ રહ્યો હતો. ત્યારે એક આત્મઘાતી બોમ્બરે તેમના પર હુમલો કર્યો હતો.જેના કારણે સુરક્ષાદળોના 2 જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાઇ રહ્યુ છે. ત્યારે વર્તમાનમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે અને પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓઓએ હુમલાની તપાસ શરૂ કરી છે. અગાઉ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તર વજીરિસ્તાનના દત્તા ખેલ બજારમાં એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કારથી સુરક્ષા ચોકીને નિશાન બનાવી હતી, જેમાં 2 સૈનિકો સહિત 4 લોકો સામેલ હતા.