લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આગામી સમયમાં ઉ.કોરિયા સ્પાય સેટેલાઇટ વહેતો મૂકશે

ઉત્તર કોરિયાએ દેશના મિલિટરી સ્પાય સેટેલાઇટને તપાસ્યો હતો,જે ટૂંક સમયમાં અંતરિક્ષ સ્થિત કરી દેવાશે. તેઓએ તેમની પુત્રી કીમ જો ઇ સાથે વિજ્ઞાનીકોનો સફેદ ડગલો પહેરી ગુપ્ત સ્થળે રખાયેલી દેશની એરોસ્પેસ એજન્સીનાં મથકે જઇ સ્પાય સેટેલાઇટ તપાસ્યો પણ હતો.આ પછી તેમણે પડકાર સાથે કહ્યું હતું કે આ સ્પાઇ સેટેલાઇટ શાહીવાદી અમેરિકા અને દક્ષિણ કોરિયન સામેના સંઘર્ષમાં સહાયરૂપ બની રહેશે.આ પૂર્વે ગત 18 એપ્રિલે કીમ જોંગ ઉન જાહેરમાં દેખાયા હતા.ઉને જ્યારે અમરેકિા અને દ.કોરિયાનો ઉલ્લેખ કર્યો ત્યારે તેનો ગર્ભિતઅર્થ થોડાસમય પૂર્વે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ યોજેલી સંયુક્ત લશ્કરી કવાયત સામેના ઉગ્ર વિરોધનો હતો તે સર્વવિદિત છે કે ઉત્તર કોરિયાએ 2022થી અત્યારસુધીમાં 100 જેટલાં મિસાઇલ્સના ટેસ્ટ કર્યા છે.તેને આવા ટેસ્ટ ન કરવાનું યુનોની સલામતી સમિતિએ કહ્યું હોવાછતાં તેની પરવાહ કર્યા સિવાય જ તે આવા પ્રયોગો કરતું રહ્યું છે.