લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કરવેરામાં રાહત માટે રૂા.1 લાખ કરોડના પેકેજની તૈયારી કરાઇ

કોરોનાની બીજી લહેરમાં દેશમાં ફરી એકવખત વ્યાપાર ઉદ્યોગ તેમજ અન્ય એકમોને જે ફટકા પડયા છે તે સામે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક આર્થિક પેકેજની તૈયારી થઈ રહી છે.જેની જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરવામાં આવશે.આમ આ પેકેજમાં પ્રવાસન,હોટલ,ઉદ્યોગ,વિમાની પ્રવાસનને અગ્રતા આપવામાં આવશે.તેમજ તેની સાથે નાની અને મધ્યમ વર્ગની કંપનીઓ માટે પણ પેકેજ હશે.આમ હોટલ,નાગરીક ઉડ્ડયન ટુરીઝમને ગતવર્ષે પ્રથમ પેકેજમાં કોઈ રાહત આપવામાં આવી નહતી.

જ્યારે બીજી લહેરમાં ભારત કોરોના હોટસ્પોટ બની ગયુ હતું.જેમાં 4 લાખથી વધુ કેસો નોંધાયા છે અને જે વ્યાપક લોકડાઉનની સ્થિતિ છે તેનાથી દેશમાં જીડીપી લક્ષ્યાંક પણ ઘટાડવામાં આવી રહ્યો છે.