લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનથી મોટી આર્થિક સત્તા બનશે

દેશમાં એકતરફ કોરોના સંક્રમણ અને ઓમીક્રોનના કેસ વધતા જાય છે તે વચ્ચે વર્ષ 2021-22માં ભારતનો વિકાસ દર 9.2 ટકા રહેશે જ્યારે વર્તમાન સંક્રમણ વિકાસની ગાડીને બ્રેક મારી શકશે નહી. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં વધુ સારા પ્રદર્શનનો અંદાજ મુકવામાં આવ્યો છે અને ગત નાણાંકીય વર્ષમાં બીજી લહેરના કારણે જે પરીસ્થિતિ સર્જાઈ હતી તેમાં વિકાસદરમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ ભારતના અર્થતંત્રે વિકાસની ગતિ પકડી લીધી છે. બીજીતરફ ભારતનું અર્થતંત્ર જે ઝડપથી વધશે તે જોતા વર્ષ 2030 સુધીમાં એશિયાનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે તેવો અંદાજ છે. આમ જીડીપીના આધારે ભારત જર્મની અને બ્રિટનથી આગળ નીકળી જશે. આ બાબતે આઈએચએસ માર્કેટ દ્વારા જારી કરાયેલા અનુમાન મુજબ ભારતીય અર્થતંત્ર માટે આ દશકો અત્યંત મહત્વનો બની રહેશે અને તે અમેરિકા,ચીન બાદ ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે તથા બ્રિટન અને જર્મનીને પણ પાછળ રાખી દેશે. વર્ષ 2021માં જે ભારતીય અર્થતંત્ર 2700 અબજ ડોલરનું કદ ધરાવે છે તે વર્ષ 2030 સુધીમાં 8400 અબજ ડોલરનું થઈ જશે અને ભારતની આર્થિક ગતિ તીવ્ર હશે.