વિન્ડિઝની પોલાર્ડની કેપ્ટન્સી હેઠળની ભારત પ્રવાસ ખેડનારી 15 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.જેમાં લેજન્ડરી બેટ્સમેન ડેસમંડ હેઈન્સે ચીફ સિલેક્ટર તરીકે પ્રથમવાર ટીમની પસંદગી કરી હતી.જેમાં તેણે ફાસ્ટ બોલર ક્રેમેર રોચને વનડે ટીમમાં પાછો બોલાવ્યો હતો.આમ ભારત પ્રવાસમાં વિન્ડિઝની ટીમના મીડલ ઓર્ડરને બોન્નેર,ડેરૈન બ્રાવો અને બ્રેન્ડોન કિંગ જેવા બેટ્સમેનો મજબુત બનાવશે,જ્યારે સ્પિનર હેડન વોલ્શ જુનિયર ટીમને વધુ વિકલ્પ પુરા પાડશે.ત્યારે આ સિવાય રોસ્ટન ચેઝ અને જસ્ટીન ગ્રેવેસને કંગાળ દેખાવને કારણે ભારત પ્રવાસ માટેની ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણી વનડે સુપર લીગનો ભાગ રહેશે.જેના કારણે તેના પોઈન્ટ્સ વર્ષ 2023ના વિશ્વકપના ક્વોલિફિકેશનમાં ગણાશે.વર્ષ 2023નો વિશ્વકપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે.વિન્ડિઝની વન ડે ટીમ-પોલાર્ડ (કેપ્ટન),એલન,બોન્નેર,ડેરૈન બ્રાવો,બૂ્રક્સ,હોલ્ડર,શાઈ હોપ,હોસૈન,જોસેફ,કિંગ,પૂરણ,રોચ,શેફર્ડ,સ્મિથ,હેડન વોલ્શ જુનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved