ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ ઓવલમાં રમાશે. જેમા બંને ટીમ જીત મેળવીને સિરીઝમાં 2-1ની લીડ મેળવવા માટે મેદાનમાં ઉતરી શકે છે. આ ટેસ્ટમાં વિરાટ કોહલી 1 રન બનાવતાની સાથે જ ઈન્ટરનેશનલ કરિયરમાં 23 હજાર રન પૂરા કરી લેશે. આમ આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે ત્રીજો ભારતીય બેટ્સમેન હશે. જેમાં તેની પહેલા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ આ સિદ્ધિ પાર કરી ચૂક્યા છે. સચિને 34,357 રન અને રાહુલ દ્રવિડે 24,064 રન કર્યા હતા. આ સાથે રોહિત શર્મા પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 હજાર રન પૂરા કરવાથી માત્ર 22 રન દૂર છે. અત્યારે રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 14,978 રન કર્યા છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન વિકેટ્સની સદી નોંધાવવાની તક છે. જેમાં તેણે અત્યારસુધી ટેસ્ટમા 97 વિકેટ લીધી છે. આમ જો તે ચોથી મેચમાં 3 વિકેટ લેશે તો પોતાની કારકિર્દીમા વિકેટની સદી નોંધવશે. ભારતીય ટીમે એકમાત્ર જીત 50 વર્ષ પહેલા ઇસ.1971ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં દાખવી હતી. જેમાં અજીત વાડેકરની કેપ્ટનશિપ દરમિયાન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ- રોહિત શર્મા,કે.એલ.રાહુલ,ચેતેશ્વર પુજારા,વિરાટ કોહલી (કેપ્ટન),અજિંક્ય રહાણે,સૂર્યકુમાર યાદવ,રિષભ પંત,આર.અશ્વિન,શાર્દૂલ ઠાકુર,મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved