ખાદ્યચીજોમાં મોંઘવારીનો દર ભારતની સાથે વિશ્વમાં પણ વધ્યો છે.જેમાં વૈશ્વીક બજારોમાં ખાદ્યચીજોનો ફૂગાવાનો દોર એક મહિનો ઘટયા બાદ ફરી એકવાર 11 વર્ષની ઉંચી સપાટીએ આવ્યો છે.જે અંગે યુનાઈટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે ખાદ્યતેલોના ભાવમાં ફરી ઉછાળો આવ્યો હોવાથી ઈન્ડેકસ પણ વધ્યો છે.ફાઓનો ફૂડ પ્રાઈસ ઈન્ડેકસ કે જે ખાદ્યચીજોની કોમોડિટી કવર કરે છે તે ઈન્ડેકસ 1.1 ટકા વધીને જાન્યુઆરીમાં 135.7 પર પહોંચ્યો છે,જે વર્ષ 2011 બાદ સૌથી ઉંચો છે.વિશ્વમાં ખાદ્યતેલના ભાવને ટ્રેક કરતો ઈન્ડેકસ 4.2 ટકા વધીને ઓલટાઈમ ઊંચી સપાટીએ પહોંચ્યો છે.ફૂડતેલના ભાવ વધ્યા હોવાથી કેટલાક ખાદ્યતેલનો વપરાશ બાયફયુલ બનાવવા માટે વધ્યો છે,જેને પગલે પામતેલ સહિતના ખાદ્યતેલના ભાવ ઈન્ડેકસમાં ઉછાળો આવ્યો છે.આ સિવાય ડેરી પ્રોડકટના ભાવ પણ સતત પાંચમા મહિને વધીને 2.4 ટકાની સપાટીએ પહોંચ્યા છે,જ્યારે અનાજના ભાવ પણ વધ્યા છે,જેમાં ખાસ કરીને યુક્રેન-રશિયાના ટેન્શનને પગલે ઘઉં-મકાઈના ભાવ ઉંચકાયા હોવાથી આ દર વધ્યો છે.આમ ખાંડના ભાવ જાન્યુઆરી માસમાં 3 ટકા ઘટયા હતા.વિશ્વમાં ખાંડના ટોચના ત્રણ દેશો ભારત,બ્રાઝીલ અને થાઈલેન્ડમાંથી ઉત્પાદન વધવાના સમાચાર આવ્યા હોવાથી ખાંડના ભાવ અત્યારે ત્રણ સપ્તાહના તળિયે 12 સેન્ટની અંદર પહોંચી ગયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved