લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારત બાયોટેકની વેકસીનની બુસ્ટર ડોઝ તરીકે ત્રીજી ટ્રાયલ થશે

ભારતમાં કોરોનાની સામેના જંગમાં દેશના નાગરિકોને ભારત બાયોટેકની નાકથી આપી શકાય તેવી ઈન્ટ્રાનૈસલ વેકસીનને બુસ્ટર ડોઝ તરીકે માન્યતા આપવાની ત્રીજી ટ્રાયલ માટે મંજુરી આપવામાં આવી છે.જે ટ્રાયલ નવ અલગ-અલગ સ્થળો પર 900 લોકો પર કરવામાં આવશે.આમ ગઈકાલે બાયોટેકની કોવેકસીનને બજારમાં વેચવા માટે મંજુરી અપાયા બાદ હૈદરાબાદ સ્થિત કંપની માટે આ બીજી મહત્વની સફળતા છે.દેશમાં વર્તમાનમાં કોવિડ કાળમાં બુસ્ટર ડોઝ કે ત્રીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ છે અને તેમાં કોવિશિલ્ડ કે કોવેકસીન અપાઈ રહી છે.ત્યારે હવે ટુંક સમયમાં નાકથી આપી શકાય તેવી વેકસીન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આમ દેશમાં ઈન્જેકશન કે ઈન્જેકટ ડિવાઈઝ વગરની આ પ્રથમ વેકસીન હશે.જે બાળકો માટે આશિર્વાદરૂપ બની શકે છે.