લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શ્રીલંકાએ ભારત પાસે એક અબજ ડોલરની લોન માંગી

શ્રીલંકામાં આવશ્યક વસ્તુઓની અછત સર્જાતા અન્ય દેશોમાંથી જીવન જરૂરી વસ્તુઓની આયાત કરવા માટે શ્રીલંકાની સરકારે ભારત પાસે એક અબજ ડોલરની લોન માંગી છે. શ્રીલંકાની મધ્યસ્થ બેંકના ગવર્નર અજિત નિવાર્ડ કેબ્રાલે જણાવ્યું હતું કે એક અબજ ડોલરની લોન લેવા માટે ભારત સરકાર સાથે મંત્રણા ચાલુ છે. જેમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચીન પાસેથી પણ બીજી લોન લેવા માટે મંત્રણા ચાલી રહી છે. જોકે લોનની રકમ હજુસુધી નક્કી કરવામાં આવી નથી. આમ શ્રીલંકા પોતાના દેવાની ચુકવણીનું પુનઃગઠન કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. જેમાં લોન મેળવીને શ્રીલંકા તે દેશો સાથે પોતાનો વેપાર વધારવા માંગે છે.