લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રદ થઈ

ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોનાના ફફડાટ વચ્ચે ઈંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી અને સીરીઝની અંતિમ ટેસ્ટમાં વળાંકો જોવા મળ્યા છે. ભારતીય મુખ્ય કોચ અને ટીમના અન્ય સભ્યો કોરોનાગ્રસ્ત થતા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેમાં ભારતે ઓવલ ટેસ્ટમાં વિજય મેળવતા તેણે સીરિઝમાં 2-1ની લીડ મેળવી હતી. ત્યારબાદ પાંચમી અને અંતિમ ટેસ્ટ અનિશ્ચિતકાળ સુધી રદ કરાઈ છે. આ સિવાય 19 સપ્ટેમ્બરથી આઈપીએલના બીજા તબક્કાની શરૂઆત થઈ રહી છે તે પૂર્વે ભારતીય ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થાય તો તે ખેલાડી આઈપીએલમાં રમી શકે નહીં.