હેડિંગ્લેમાં મળેલી હાર બાદ ભારત આવતીકાલથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમા વિજય મેળવવાના ઈરાદા સાથે ઉતરશે. જેમાં કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ સફળતા મેળવવા માટે જવાબદારી સાથે પ્રભાવશાળી દેખાવ કરવો પડશે. આમ ભારતીય ટીમમાં બે પરિવર્તન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ફાસ્ટ બોલર ઈશાંત શર્માના સ્થાને ફિટનેસ મેળવનારા શાર્દૂલ ઠાકુરને ટીમમાં સમાવવામાં આવી શકે છે. જ્યારે રવિન્દ્ર જાડેજાના સ્થાને અશ્વિનને તક મળી શકે તેમ છે. જે મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦ વાગ્યાથી પ્રારંભ થશે. જ્યારે બીજીતરફ રૂટની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટની જીતથી ખુશ જોવા મળી રહી છે. જે ટીમમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે. જેમાં બટલર પિતા બનવાનો હોવાથી ઘરે પરત ફર્યો છે, તેના સ્થાને બેરીસ્ટો વિકેટકિપર તરીકેની જવાબદારી સંભાળશે. જ્યારે સેમ કરનના સ્થાને વોક્સ કે માર્ક વૂડને તક આપવામા આવી શકે છે. ભારત આ મેદાન પર 13 માંથી એકમાત્ર ટેસ્ટ જીતી ચૂક્યું છે. ભારતે ઇસ.1971માં અજીત વાડેકરની કેપ્ટન્સી હેઠળ ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ અને શ્રેણી જીતી હતી.
ભારત- કોહલી (કેપ્ટન),રોહિત,પૂજારા,અગ્રવાલ,રહાણે,વિહારી,પંત (વિ.કી.),અશ્વિન,જાડેજા,અક્ષર પટેલ,બુમરાહ,ઈશાંત,શમી,સિરાજ,ઉમેશ,રાહુલ, સાહા,ઈશ્વરન,શો,સૂર્યકુમાર,ઠાકુર અને પી.ક્રિશ્ના છે.જ્યારે ઈંગ્લેન્ડ- રૂટ(કેપ્ટન),બર્ન્સ,બેરસ્ટો,મલાન,પોપ,મોઈન,એન્ડરસન,બિલીંગ,સેમ કરન, હામીદ,લોરેન્સ,ઓવરટન,રોબિન્સન,વોક્સ,વૂડ છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved