ચિપકો આંદોલનના પ્રણેતા તેમજ પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયુ છે.જેઓ 94 વર્ષના હતા.આમ તેમને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ થયો હતો.જેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
આમ સુંદરલાલ બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના ટિહરી જીલ્લામાં થયો હતો.જેઓએ 13 વર્ષની ઉમરે મંદિરોમાં દલિતોને પ્રવેશ આપવા માટે આંદોલન છેડ્યુ હતુ.ઇસ.1956માં લગ્ન બાદ રાજકીય સન્યાસ લઈને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરવા માટે પોતાના પત્ની વિમલા નૌટિયાલ સાથે પર્વતીય નવજીવન મંડલની સ્થાપના કરી હતી.જેમાં તેમણે ઇસ.1970માં વૃક્ષો કાપવાનો વિરોધ કરવા માટે ચિપકો આંદોલનની શરૂઆત કરી હતી અને જ્યારે ઇસ.1974માં વૃક્ષો કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચ્યા ત્યારે બહુગુણા અને તેમના કાર્યકરો વૃક્ષોને ભેટીને ઉભા રહી ગયા હતા. જે આંદોલને સમગ્ર ભારતનુ ધ્યાન ખેંચ્યુ હતુ.આ સિવાય તેમણે તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને 15 વર્ષ સુધી વૃક્ષો નહીં કાપવા માટે અપીલ કરી હતી એ પછી વૃક્ષો કાપવા પર 15 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.આ સિવાય તેમણે ઇસ.1980મા હિમાલયની 5000 કિમીની યાત્રા કરી હતી.આમ તત્કાલિન વડાપ્રધાન નરસિંહરાવના શાસનમાં તેમણે ટિહરી ડેમના વિરોધમાં દોઢ મહિના સુધી ભૂખ હડતાળ કરી હતી અને ઇસ.2004મા બંધનુ કામ ફરી શરૂ કરાયુ હતુ.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved