ઈન્ડિયા ગેટ ખાતે મહાન સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝની ગ્રેનાઈટની પ્રતિમા મૂકવામાં આવશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. ઈન્ડિયા ગેટ પરથી અમર જવાન જ્યોતને ખસેડીને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લઈ જવાઈ તે સમયે વિપક્ષની ટીકાઓ વચ્ચે વડાપ્રધાને આ જાહેરાત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી ઊજવી રહ્યો છે. તેવા સમયે ગ્રેનાઈટથી બનેલી તેમની એક ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ ખાતે સ્થાપિત કરાશે. આ પ્રતિમા તેમના પ્રત્યે દેશના આભારનું પ્રતિક હશે. આ સિવાય નેતાજીની ગ્રેનાઈટની પ્રતિમા બનીને તૈયાર ન થાય ત્યાં સુધી તે સ્થળે તેમની એક હોલોગ્રામ પ્રતિમા મૂકાશે.જે હોલોગ્રામ પ્રતિમાનું લોકાર્પણ પીએમ મોદી 23મી જાન્યુઆરીએ કરશે અને આ દિવસથી દેશમાં પ્રજાસત્તાક દિનની ઊજવણીનો ચાર દિવસનો સમારંભ શરૂ થશે.આમ વડાપ્રધાનના નિર્ણયને તૃણમૂલ કોંગ્રેસે આવકાર્યો હતો.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved