લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં જી-20ની 100મી બેઠક યોજાઈ,12 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો

ભારત વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય જૂથના અધ્યક્ષતાની જવાબદારી નિભાવી રહ્યું છે.ત્યારે ભારતની અધ્યક્ષતામાં જી-20ની 100મી બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વિવિધ 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.ભારત 1 ડિસેમ્બર 2022થી જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે.ત્યારે વારાણસીમાં જી-20ના બેનર હેઠળ સભ્ય દેશોના મુખ્ય કૃષિ વૈજ્ઞાનિકોની બેઠક યોજાઈ હતી.આમ અત્યારસુધીમાં દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 41 શહેરોમાં જી-20ની 100 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.ભારતની અધ્યક્ષતામાં વર્ષ દરમિયાન 200થી વધુ બેઠકો યોજાવાની છે.ત્યારે આ બેઠકો લગભગ 60 શહેરોમાં નિર્ધારિત કરવામાં આવી છે.જેમાં જી-20 સભ્યો,9 આમંત્રિત દેશો તેમજ 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સામેલ છે.