લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં કોરોનાના નવા કેસોમા 38 ટકાનો વધારો થયો

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 38 ટકા જેટલો વધારો થયો છે.જેમા ગઇકાલે 7 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા હતા,ત્યારે તે આજે વધીને 10,542 કેસ સામે આવ્યા છે.જેમાં સક્રિય દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.આમ દેશમાં 63,562 કોરોના એક્ટિવ કેસ જોવા મળ્યા છે.જ્યારે કોરોનાના કારણે 38 લોકોના મોત થયા છે.ત્યારે ભારતમા ચેપનો દૈનિક દર 4.39 ટકા છે જ્યારે સાપ્તાહિક દર 5.1 ટકા છે.આમ ભારતમાં દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.67 ટકા થયો છે.