લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતમાં માર્ચ મહિનામાં પેટ્રોલ-ડિઝલનુ વેચાણ રેકોર્ડબ્રેક થયુ

દેશમાં એકતરફ ઉંચા ફુગાવા સહિતની સ્થિતિ જોવા મળી રહી છે.પરંતુ તેની સાથે આર્થિક ગતિવિધિ પણ વધતી હોવાના સંકેતો મળી રહ્યા છે.જેમાં માર્ચ મહિનામાં ભારતમાં ફયુલની ડિમાન્ડમાં નવો રેકોર્ડ જોવા મળ્યો છે.જેમા માર્ગ-બાંધકામની પ્રવૃતિમાં વધારો થતા ડામરનું વેચાણ માર્ચ મહિનામાં સૌથી વધુ રહ્યું હતું,જયારે ટ્રાન્સપોર્ટેશન ફયુલ જેવુ કે ડિઝલ અને ગેસના વેચાણમા વધારો થયો છે.આ સિવાય ડામરનું વેચાણ ફેબ્રુઆરી કરતા માર્ચ મહિનામાં 16.5 ટકા વધુ રહ્યું છે,જયારે જેટ ફયુલનું વેચાણ 10.4 ટકા વધીને 0.69 મીલીયન ટન અને ડિઝલનું વેચાણ 7.80 મીલીયન ટન થયુ છે.જયારે પેટ્રોલનું વેચાણ 3.1 મીલીયન ટન માર્ચ માસમાં થયુ છે.આ સિવાય રાંધણ ગેસ એલપીજીનું વેચાણ 2.41 મીલીયન ટન થયુ છે.