લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારત-રશિયા બ્રહ્મોસ હાઈપરસોનિક મિસાઈલ બનાવશે

ભારત બ્રહ્મોસ મિસાઈલના આગામી સંસ્કરણ પર રશિયા સાથે મળીને કામ કરવા જઈ રહ્યું છે.જે અવાજની ઝડપ કરતા 5 ગણી વધુ ઝડપે હુમલો કરી શકે છે.આ મિસાઈલો પર કામ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના રશિયન સમકક્ષ વચ્ચેની બેઠકમા સહમતી થઈ છે.ત્યારે હાઈપરસોનિક મિસાઈલોને બનાવવામા રશિયા વિશ્વનો સૌથી અગ્રણી દેશ બન્યો છે અને તે અમેરિકા કરતા ઘણો આગળ જોવા મળ્યો છે.આમ ભારતે રશિયા પાસેથી જ બ્રહ્મોસ મિસાઈલ મેળવી છે. ત્યારે તેના આગામી સંસ્કરણ પર કામ કરીને હાઈપરસોનિક વર્ઝન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ મિસાઈલો મળવાથી ભારતની શક્તિમાં મોટો વધારો થશે.રશિયાએ આ યુદ્ધમાં જિરકોન નામની હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો તે ભારત સાથે મળીને જે મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે તેની પણ એટલી જ તાકાત હશે.જે મિસાઈલ સમુદ્ર,હવા અને જમીન ગમે ત્યાંથી મારવામાં સક્ષમ હશે એટલે તેનો ફાયદો દેશની ત્રણેય સેનાઓને મળશે.