લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત-સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમા વરસાદ વિલન બને તેવી શક્યતાઓ

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ત્યારે આ ટેસ્ટમાં વરસાદ વિલન બની શકે છે.તેમજ મેચમા સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી નથી મળવાની અને ટેસ્ટ મેચમાં વરસાદનુ વિઘ્ન નડે તેવી શક્યતાઓથી ચાહકો નિરાશ થશે. આગામી કેટલાક દિવસ સુધી સેન્ચુરિયનમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થવાની છે ત્યારે મેચના પહેલા ત્રણ દિવસ દરમિયાન આકાશ વાદળોથી છવાયેલુ રહેશે અને પહેલા બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ત્યારે વરસાદી માહોલમાં સેન્ચુરિયનની પીચ ભારતીય ટીમ માટે પડકાર બનશે.વિકેટ પર ઘાસ છે અને તેના પર બેટિંગ કરવી મુશ્કેલ હશે.