લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતનો અંતરીક્ષમાં દબદબો યથાવત- ઇસરોએ પ્રથમવાર ખાનગી ઉપગ્રહોનું ટેસ્ટિંગ કર્યુ

ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો SpaceKidz India અને Pixxelનું ઇસરોના યુ.આર રાવ સેટેલાઇટ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇસરોએ પ્રથમ વખત કોઇ ખાનગી સેટેલાઇટનું ટેસ્ટીંગ કર્યું છે.આમ આ પહેલા ઇસરો ખાનગી કંપનીઓને માત્ર રોકેટ અને ઉપગ્રહોના વિભિન્ન સ્પેરપાર્ટસના નિર્માણમાં જ મદદ કરતું હતું.

આમ ગયા વર્ષે જૂન મહિનામાં ઇસરોના દરવાજા ખાનગી કંપનીઓ માટે ખોલવામાં આવ્યા હતા.જેમાં સરકારના નિર્ણય બાદ સંભવ બન્યું છે.એક સ્વતંત્ર ભારતીય અંતરીક્ષ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્રની સ્થાપના માત્ર ખાનગી ક્ષેત્રની અંતરીક્ષ ગતિવિધિની દેખરેખ કરવા માટે નહી પરંતુ ઇસરોની સુવિધાઓ માટે કરવામાં આવી છે.આમ આ જાહેરાતના આઠ માસ બાદ ઇસરો આ ઉપગ્રહોને મહિનાના અંતમાં નક્કી થયેલા PSLV મિશન અંતર્ગત લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.આ એવું પહેલું મિશન હશે કે જ્યાં ભારતીય ઉદ્યોગ દ્વારા ઉપગ્રહોને વ્યાવસાયિક રૂપે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે.

આમ સ્પેસક્રિડજ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા ઉપગ્રહોને ડિઝાઇન કરવામાં આવ્યા છે.જેને જાન્યુઆરી 2019માં એક પ્રયોગના રૂપમાં પીએસએલવીના ત્રીજા તબક્કામાં લોન્ચ કરવામાં આવશે.