લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતની અંડર-19 ટીમનો ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં વિજય

ભારતની અંડર-19 ટીમે આઇસીસી વર્લ્ડકપ અગાઉની બંને પ્રેક્ટિસ મેચોમાં વિજય મેળવતા ફરી એકવખત ટાઈટલ જીતવાની દાવેદારી નોંધાવી છે. ભારતે બીજી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટથી વિજય મેળવ્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમે 268 નોધાવ્યા હતા. જ્યારે તેના જવાબમાં ભારતે 47.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 269 રન નોંધાવતા મેચ જીતી હતી. જેમાં ભારતના રવિકુમારે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓપનર હરનૂર 100 રને રિટાયર્ડ થયો હતો. આ સિવાય રાશિદ 72 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે કેપ્ટન યશ ધુલે નોટઆઉટ 50 રન કર્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 8 બોલરો અજમાવ્યા હતા.જેમાંથી હરકિરાત બાજવાને એકમાત્ર સફળતા મળી હતી. ભારતે આ અગાઉની પ્રેક્ટિસ મેચમાં વિન્ડિઝને હરાવ્યું હતુ.આઇસીસીનો અંડર-19 વર્લ્ડકપ તા.14મી જાન્યુઆરીથી વિન્ડિઝમાં શરૂ થશે. જેના પ્રથમ દિવસે વિન્ડિઝ-ઓસ્ટ્રેલિયા ટકરાશે. જ્યારે શ્રીલંકા-સ્કોટલેન્ડ વચ્ચે મુકાબલો થશે. જેમાં ભારત 15મી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકા સામે,19મી જાન્યુઆરીએ આયરલેન્ડ સામે અને 22 જાન્યુઆરીએ યુગાન્ડા સામે ટકરાશે.