વર્તમાનમા ભારત વિકસતો દેશ છે.ત્યારે ઝડપથી વિકસતા દેશમાં મેટ્રો જમીનની સાથે સાથે પાણીની નીચે પણ દોડશે.ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે.ત્યારે આવતીકાલે તે ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે.આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે.જેમા 6 કોચ જોડવામાં આવશે.આ સિવાય આ મેટ્રોમા બીજી ઘણી વિશેષતાઓ જોવા મળી રહી છે.કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ પરીક્ષણ માટે 2 6 કોચવાળી ટ્રેન તૈયાર કરવામાં આવી છે.આમ આવતીકાલે સોલ્ટ લેક-હાવડા વચ્ચેની ટ્રેન રન સિયાલદાહ અને એસ્પ્લેનેડ ટનલમાંથી સફળતાપૂર્વક પસાર થશે.ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેનની સરખામણી યુરોસ્ટાર સાથે કરવામાં આવી છે,જે લંડન અને પેરિસને સાથે જોડે છે.આ મેટ્રો ટ્રેન હુગલી નદીના તળિયાથી 13 મીટર નીચેથી પસાર થશે.ત્યારે આ મેટ્રો શરૂ થવાથી લાખો મુસાફરોને રાહત મળશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved