લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત-વેસ્ટ ઈન્ડિઝ સિરિઝ અમદાવાદમાં પ્રેક્ષકો વગર મેચ રમશે

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર ત્રણ ટી-20 મેચોની સિરિઝ રમાવાની છે.જેમાં સ્ટેડિયમની ક્ષમતાના 75 ટકા પ્રેક્ષકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવશે.ત્યારે આ સિરિઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ અમદાવાદમાં ત્રણ વનડે મેચ રમવાની છે.જ્યારે પહેલી ટી-20 મેચ 16 ફેબ્રુઆરી,બીજી મેચ 18 ફેબ્રુઆરી અને ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે.જે તમામ મેચો સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે.જ્યારે ત્રણ વન મેચની સિરિઝની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ રમાશે.આ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનનુ કહેવુ છે કે તમામ મેચમાં કોરોનાની સ્થિતિને જોતા પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળે.ભારત માટે આ પ્રથમ વનડે ઐતિહાસિક હશે.ભારત માટે આ 1000મી વનડે હશે.આમ હજીસુધી બીજી કોઈ ટીમ 1000 વનડે રમી નથી.