લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારત આગામી 3 જુલાઈએ ઈતિહાસ રચશે

ભારત આગામી 3જી જુલાઈએ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે જેમા ભારતની મદદ માટે રશિયા પણ આગળ આવ્યું છે અને તેણે તેના મૂન લેન્ડર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.જેથી ભારતના ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતારવામાં સફળતા મળી શકે.આમ જો ભારત ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં સફળ થશે તો તે ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.આ અગાઉ અમેરિકા,રશિયા અને ચીન તેમના ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરી ચૂક્યા છે.ચંદ્રયાન મિશન 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.પરંતુ તે સમયે ચંદ્રયાન લોન્ચ કરનાર લેન્ડર વિક્રમ ક્રેશ થઈ ગયું હતું.આ સમયથી ભારત ચંદ્રયાન-3ની તૈયારી કરી રહ્યું છે.આમ આ બાબતે ઈસરોના ચીફ સોમનાથે કહ્યુ હતુ કે અમે મિશન ચંદ્રયાન-2માં નિષ્ફળ ગયા હોય પરંતુ ચંદ્રયાન-3ની સફળતાથી ઈતિહાસ રચીશું.અમે ભૂતકાળની નિષ્ફળતામાંથી શીખીને આગળ વધ્યા છીએ.આ ભારતના લોકોને ગૌરવ અપાવવાનુ મિશન છે.ચંદ્રયાન-3ને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.ચંદ્રયાન 3ને ચંદ્ર સુધી પહોંચવા માટે ત્રણ અલગ-અલગ ભાગો તૈયાર કરવામાં આવ્યા છે.જેને ટેકનિકલ ભાષામા મોડ્યુલ કહે છે.