ભારત ગયા વર્ષે સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ ખર્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ રહ્યો છે.ત્યારે ભારતે વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં 6 ટકા વધુ રકમ ખર્ચી હતી.ભારતે કુલ સંરક્ષણ બજેટનો 23 ટકા હિસ્સો ઈક્વિપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખર્ચ કર્યો છે,જેમાં ચીન સાથેની સરહદ પરનો ખર્ચ પણ સામેલ છે.આમ ભારતના સંરક્ષણ બજેટનો મોટાભાગનો હિસ્સો પગાર અને પેન્શન પાછળ ખર્ચવામાં આવ્યો હતો.આમ વર્ષ 2022માં ભારતે સંરક્ષણ ક્ષેત્રે 81.4 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે.જે વર્ષ 2021ની સરખામણીમાં 6 ટકા અને વર્ષ 2013ની સરખામણીમાં 47 ટકા વધુ છે.બીજીતરફ યુરોપમાં ઓછામાં ઓછા 30 વર્ષમાં સૈન્ય ખર્ચમાં સૌથી ઝડપી વધારો થયો છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved