લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારત અને વિશ્વમાં સોનાની માંગમા વધારો થયો

કેલેન્ડર વર્ષ 2021 દરમિયાન ભારતમાં સોનાના વેચાણમાં 79 ટકાનો જ્યારે વૈશ્વિક સ્તરે 10 ટકાનો ઉછાળો આવ્યો છે જે પાછલા વર્ષની તુલનાએ એકંદરે નીચા ભાવે નીકળેલી દાગીનાની જંગી ખરીદીને આભારી છે અને નવા વર્ષ 2022માં પણ સોનાની માંગ વધવાની અપેક્ષા છે.જેમાં વિશ્વ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ વર્ષ 2021માં ભારતમાં સોનાની કુલ માંગ 797.3 ટન રહી અને તે વર્ષ 2022માં વધીને 800 થી 850 ટનની આસપાસ રહેવાની અપેક્ષા છે,જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ હશે.આમ છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારતમાં સોનાની માંગ સરેરાશ 769.9 ટન રહી છે.વૈશ્વિક સ્તરે 2021ના વિતેલા વર્ષમાં કોરોનાનો ઉપદ્રવ અને લોકડાઉનની સ્થિતિ છતા વિશ્વ બજારમા સોનાની કુલ માંગમાં 10 ટકાની વૃદ્ધી થઈ હોવાનું વિશ્વ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું.