લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ભારતીય મૂળના બ્રિટિશ અભિનેત્રીને બાફ્ટા ફેલોશિપથી સન્માનિત કરાશે

આગામી સમયમાં ભારતીય મૂળના બ્રિટિશ અભિનેત્રી મીરા સ્યાલને બાફ્ટા ફેલોશિપથી સન્માનિત કરવામાં આવશે.સાન્યાને ગુડનેસ ગ્રેશિયસ મી અને ધ કુમાર્સ એટ ન. 42માં તેમના અભિનય માટે ઓળખવામાં આવે છે.મીરાને આગામી 14મેએ રોયલ ફેસ્ટિવલ હોલમાં બાફ્ટા ટેલીવિઝન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.તેમનો જન્મ પંજાબી પરિવારમાં થયો.તેમનો ઉછેર ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં થયો છે.બાફ્ટા પહેલા મીરાને નાટક અને સાહિત્યમાં તેમના યોગદાન માટે એમબીઈ અને સબીઈથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.આ સન્માન તેમને દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયે આપ્યુ હતુ.આમ મીરા ટૂંક સમયમાં બે સિરીઝ ધ વ્હીલ ઓફ ટાઈમ અને મિસેજ સિદ્ધુ ઈન્વેસ્ટિગેટ્સમાં જોવા મળશે.