લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય મૂળના બ્રિટિશર અજય કક્કરને નાઇટહૂડ વડે સન્માનિત કરાયા

બ્રિટનના નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર નાઇટહૂડ મેળવનારા ટોચના 50 બ્રિટિશ ભારતીયમાં જાણીતા શિક્ષણવિદ અજયકુમાર કક્કરનો સમાવેશ કરાયો છે. યુકેના આ ટોચના સન્માનની યાદી જાહેર કરાઈ હતી. જેમાં લંડનની સર્જરી યુનિ.ના 57 વર્ષીય પ્રાધ્યાપકનું હેલ્થકેર અને જાહેર સેવામાં પ્રદાન બદલ સન્માન કરાયું છે. બ્રિટનમાં દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં ભારતીય મૂળના ટોચના 50 બ્રિટિશરોને સન્માનિત કરવામા આવે છે. જેમાં પ્રોફેશનલ્સ,ઉદ્યોગસાહસિક અને સખાવતકારોનો સમાવેશ થાય છે. જેમાં આ વખતની યાદીમાં કોવિડ-19 સર્વિસમાં સેવા પૂરી પાડનારાઓની સંખ્યા વધુ છે. આ સિવાય કેટલાક ઓલિમ્પિયનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની આગેવાની હેઠળની મેઇન કોર્સ સમિતિ ક્વીન એલિઝાબેથ-ટુના નામે આ એવોર્ડ આપે છે.કક્કરના કેબીઇને સન્માનપત્રમાં જણાવાયું હતું કે લોર્ડ કક્કર જાહેર સેવા અને સ્વૈચ્છિક સેવામાં સન્માનનીય વ્યક્તિત્વ છે. જેમણે તેમના સભ્યપદ તરીકેની અને ચેરમેનશિપ હેઠળના જાહેર અને ચેરિટેબલ એકમો દ્વારા મેડિકલ ફિલ્ડમાં અનેરું પ્રદાન આપ્યું છે.જેમાં 1,278ની યાદીમાં 78 ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયનનો પણ સમાવેશ કરાયો છે.