લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સંસદના બજેટસત્રનો આગામી 31 જાન્યુઆરીથી પ્રારંભ થશે

સંસદનુ બજેટ સત્ર આગામી 31 જાન્યુઆરીથી શરૂ થશે.આમ નાણામંત્રી નિર્મલા સિતારમન 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે.જે બજેટ સેશન 11 ફેબ્રુઆરી સુધી ચાલશે,જ્યારે બજેટનુ બીજુ સેશન 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.આ વર્ષના બજેટમાં આમ આદમીને રાહત મળવાની આશા છે.31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણથી બજેટ સત્રની શરૂઆત થશે.બજેટ સત્ર પહેલા સંસદના 400 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે અને તે બાબત સરકાર માટે ચિંતાનો વિષય છે.સંસદના બજેટ સત્ર માટે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યા છે.જેમાં તમામ સાંસદોના બજેટ સત્ર પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવશે.