લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં 83 ટકા ટેસ્ટ મેચમાં પરિણામ આવ્યા

ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે.આમ કોહલીની આગેવાનીમાં આ ભારતની 34મી જીત છે જ્યારે 14માં ટીમને હાર જોવી પડી છે.આમ અત્યારસુધી 58 મેચમાં કોહલીએ ટીમની કમાન સંભાળી છે એટલે કે તેની કેપ્ટનશીપમાં 83 ટકા મેચના પરિણામ આવે છે.જે ભારતીય કેપ્ટન તરીકે સૌથી સારો રેકોર્ડ છે.

આમ કોહલી દેશનો અત્યારસુધીનો સૌથી સફળ કેપ્ટન છે.જેને વર્ષ 2014માં કેપ્ટનશીપ સોંપાઈ હતી. ત્યારથી તેણે 58માંથી 34 મેચ જીતી છે તો 14 મેચમાં હાર મળી છે,જ્યારે 10 મેચ ડ્રો રહી છે.આમ કોહલીએ અત્યારસુધી 7 દેશો વિરુદ્ધ કેપ્ટનશીપ કરી છે.જેમાં સૌથી વધુ 12 મેચમાં આગેવાની ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ કરી છે,જેમાંથી 6 મેચમાં જીત મળી છે,જ્યારે 5 મેચમાં ટીમ હારી છે.આ ઉપરાંત કોહલીએ ઓસ્ટ્રેલિયા-આફ્રિકા વિરુદ્ધ 10-10 મેચમાં કેપ્ટનશીપ કરી છે.ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમે 3 મેચ જીતી છે,4માં હાર મળી છે,જ્યારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 7 મેચમાં જીત અને 2 મેચમાં હાર થઈ છે.

આમ સૌથી સફળ કેપ્ટનની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મીથ 53 મેચ જીત્યા છે,રિકી પોન્ટીંગે 48,સ્ટીવ વોએ 41,વિન્ડીના ક્લાઈવ લોઈડે 36 અને કોહલીએ 34 મેચ જીત્યા છે.