લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય પર્વતારોહક અનુરાગ માલુ નેપાળમાથી સુરક્ષિત મળી આવ્યા

વિશ્વના 10મા સૌથી ઉંચા અન્નપૂર્ણા શીખર પરથી એક મોટી પડી જવાને કારણે ગુમ થયેલા ભારતીય પર્વતારોહક અનુરાગ માલૂ સલામત રીતે મળી આવ્યા છે. ત્યારે તેમની સાથે ગુમ થયેલી બલજીત કૌર પણ સલામત રીતે મળી ગઈ છે.રાજસ્થાનના કિશનગઢના રહેવાસી માલૂ સોમવારના રોજ કેંમ્પ-3થી ઉતરતી વખતે લગભગ 6 હજારથી વધુ ઉંચાઈ પરથી ગુમ થઈ ગયો હતો. સેવન સમિત ટ્રેકના અભિયાન નિર્દેશક ચાંગ દાવા શેરપાએ જણાવ્યુ હતું કે પાંચ શેરપા પર્વતારોહકની એક ટીમ માલૂની શોધખોળ કરી રહી હતી.જેમા તેમણે વધુ જણાવ્યુ હતું કે એક પ્લેનથી પણ શોધખોળનું અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.ભારતીય પર્વતારોહક અનુરાગ માલૂને બચાવકર્તાઓએ ગંભીર હાલતમાં જીવતો શોધી કાઢ્યો છે આ જાણકારી તેના ભાઈ સુધીરે આપી હતી.તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.તેના ભાઈએ વધુમાં કહ્યુ હતું કે અમારે હવે તેની સારવાર તરફ ધ્યાન આપવું પડશે.માલૂ જાગૃતિ ફેલાવવા અને યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ ગોલ્સ હાંસલ કરવા માટે સાત ખંડોમાં 8 હજાર મીટરથી ઉપરની તમામ 14 પર્વત શિખરોને સર કરવાના મિશન પર છે. માલુને આરઇએક્સ કરમ-વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય બે ભારતીય પર્વતારોહકો બલજીત કૌર અને અર્જુન બાજપાઈને પણ અન્નપૂર્ણા પર્વત શિખર પરથી બચાવી લેવામાં આવ્યા હતા.